સિહોરમાંથી ભાવનગર -રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થઇ રહ્યો છે. જેમાં સિહોરમાં બસ સ્ટેશન પાસે જ આખો દિવસ નાના-મોટા ખાનગી વાહનોનો જમાવડો હોય છે અને તેના રાજકોટ, પાલિતાણા, અમરેલી,જામનગર જવાની બૂમો પાડતા હોય છે જેને કારણે એસ.ટી.ના મુસાફરો આ ખાનગી વાહનો તરફ ખેંચાતા હોય છે. તાજેતરમાં રાજય પરિવહન વિભાગે રાજયમાં અનેક નાની એસ.ટી.ઓ અનેક ડેપોને આપી છે અને આ નાની એસ.ટી.ઓ પણ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.એસ.ટી. ડેપો પાસે ખાનગી વાહનોને ઊભા રાખીને ખુલ્લેઆમ પેસેન્જરોને બૂમો પાડવી એ નિયમની વિરુધ્ધ છે આમ છતાં તંત્ર આ બાબતે સાવ ઉદાસીન હોય એવું મુસાફરોને લાગી રહ્યું છે. વાહનોને પકડી દંડનીય કાર્યવાહી કરાશે સિહોરમાં એસ.ટી. સ્ટેન્ડ પાસે જે ખાનગી વાહનો ઊભા રહે છે તેવા ખાનગી વાહનોને પકડી તેમની વિરુદ્ધ દંડનીય કામગીરી કરવામાં આવશે