152 બોટલ સીઝ, 35 ડેરીઓ-પેઢીમાં ચકાસણી, લાઇસન્સ વગર ધંધો કરતા ચારને નોટીસ
શહેરીજનોના આરોગ્યને નુકસાન કરતા ખાદ્યપદાર્થ અને ચીજવસ્તુઓના વેંચાણની ઉઠતી ફરિયાદના પગલે મહાપાલિકા દ્વારા ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં એકસપાપરી તારીખ પૂરી થયેલી તેલની 152 બોટલ પકડાય હતી તેમજ 35 જેટલી ડેરીઓ અને પેઢીઓમાં તપાસ કરતા 4 ધંધાર્થીઓ લાયસન્સ વગર વેપાર કરતા ઝડપાતા નોટછસ ફટકારવામાં આવી હતી. પારસ પોવિઝનના વેપારી દ્વારા ઓર્ગેનિક મગફળીના નામે તેલનું વેંચાણ કરવામાં આવતુ હોવાનું ઝડપાયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને એક્સપાયરી ખાદ્ય તેલનું વેંચાણ થતું હોવાની માહિતી અન્વયે રાજકોટ શહેરના મિલપરા મેઇન રોડ, લક્ષ્મીવાડી -16 કોર્નર પર આવેલ પરેશ પ્રોવિઝન સ્ટોરની ફૂડ વિભાગની ટીમે રૂૂબરૂૂ સ્થળ તપાસ કરેલ. સદર પેઢીના માલિક પરેશભાઈ ચીમનલાલ ભાયાણી દ્વારા મગફળીનું આર્ગેનીક તેલ તા. 08/01/2021 નું લેબલ ધરાવતો કુલ 156 નંગ બોટલનો જથ્થો વેંચાણ માટે સંગ્રહ કરેલ. જે જથ્થો એક્સપાયરી ડેટ વીતી ગઇ હોય તેમ છતહ આશરે 8 માસ બાદ પણ વેંચાણ કરતાં હોય, નમૂનો લેવામાં આવેલ. બાકી રહેલ 152 લિટર (152 નંગ બોટલ) ખાદ્ય તેલનો જથ્થો સ્થળ પર સીલ કરી સીઝ કરવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર ગણેશ ચતુર્થીના તહેવારોને અનુલક્ષીને ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, 80 ફૂટ રોડ વિસ્તાર તથા પરા બજાર પર આવેલ મીઠાઇ, મોદકનું વેચાણ કરતા ધંધાર્થિઓ (1)વૃંદાવન ડેરી ફાર્મ (2)ધર્મપ્રિય ડેરી ફાર્મ (3)યોગેશ્વર ડેરી ફાર્મ (4)અશોક વિજય ડેરી ફાર્મ (05)સત્યમ ડેરી ફાર્મ (06)દિલિપ ડેરી ફાર્મ (07)નવનીત ડેરી ફાર્મ (08)માટેલ ડેરી ફાર્મ (09)નકલંક ડેરી ફાર્મ (10)ભારત ડેરી ફાર્મ (11)વિકાસ ડેરી ફાર્મ (12)ધારેશ્વર ડેરી ફાર્મ (13)પુરષોતમ સ્વીટ માર્ટ (14)શિવ શક્તિ સ્વીટ (15)મહેશભાઇ પેંડાવાળા (16)ભગત પેંડાવાળા (17)વજુભાઈ પેંડાવાળા (18)વિનોદભાઇ અંદરજીભાઇ કોટેચા (19)લીલાધર ખીંજીભાઇ પેંડાવાળા (20)અમરશિભાઇ ખીંજીભાઇ પેંડાવાળા (21)કામનાથ સ્વીટ માર્ટ (22)અશોકભાઇ પેંડાવાળાની સ્થળ પર ચકાસણી કરેલ.