માયાણી ચોક પાસે રહેતા એક આધેડે હિતેશ ઘનશ્યામભાઈ થોરીયા(રહે.નંદ કિશોર સોસાયટી,લક્ષ્મીનગર મેઈન રોડ)સામે છેડતી અંગેની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના સ્ટાફે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહે છે.અમારી દિકરી ધોરણ- 9 માં અભ્યાસ કરે છે તથા તેણી છેલ્લા આશરે ત્રણ વર્ષ પહેલા સ્કુલમાં સાયકલ પાર્કીંગમાં રાખતી હતી ત્યારે આ હિતેશ ઘનશ્યામભાઇ થોરીયા જે અમારી સોસાયટીની બાજુમાં આવેલ નંદકિશોર સોસાયટીમાં રહે છે ત્યાં આવી ગયો હતો અને પુત્રીને કહેલ કે તારા મોબાઇલ નંબર આપ અથવા તારી મમ્મીના મોબાઇલ નંબર આપ એમ કહીને પુત્રીને એક ફોન આપવાની કોશીશ કરી હતી.જે મારી દિકરીએ લેવાની ના પાડતા હિતેશ ત્યાંથી જતો રહ્યો હતો.બાદમાં પુત્રી મારી પત્ની સાથે તેમના નાનીના ઘરે શાસ્ત્રીનગર મળવા જતી ત્યારે તેમની પાછળ અવાર નવાર પીછો કરતો તેમજ મારી દીકરી અને મારા પત્ની જે રીક્ષામાં જતા હતા તે રીક્ષા રોકી, તેમના ફોટા પાડી લીધા હતા.