પાટડી પોલીસ મથકમાં 'ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી' વિષય અંતર્ગત લોકદરબાર યોજાયો હતો. જેમાં લોકો દ્વારા ખારાઘોઢા રોડ ઉપર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો, ત્રણ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવા અને સ્કુલ કોલેજના વિધાર્થીઓને ડ્રાઈવિંગ લાયસન્સ બાબતે જાગૃત કરવા જેવા વિષયો પર રજુઆત કરવામાં આવી હતી.પાટડી પોલીસ સ્ટેશન ખાતે પો.સબ.ઈન્સ. એલ.બી.બગડાની અધ્યક્ષતામા "ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી" વિષય અંતર્ગત લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહિલા કાર્યકરો, વેપારી મંડળ સભ્યો, પાટડી નગરપાલિકા સદસ્યો, બજરંગદળના કાર્યકરો સહીત વિવિધ રાજકીય આગેવાનો તથા આમ નાગરિકો મળી આશરે 40થી 45 લોકો હાજર રહ્યા હતા.જેમાં ખારાઘોઢા રોડ ઉપર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો, ત્રણ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવા અને સ્કુલ કોલેજના વિધાર્થીઓને ડ્રાઈવિંગ લાયસન્સ બાબતે જાગૃત કરવા જેવા વિષયો પર રજુઆત કરવામાં આવી હતી. જેમાં "ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી" વિષય અંતર્ગત ત્રણ વાતની નોંધ કરવામાં આવી હતી તથા પોલીસ તરફથી ત્રણ વાત જે આમ લોકો પાસે રાખવામાં આવતી અપેક્ષાની રજૂઆત કરવામાં આવી હતી.