સોયલા ગામની ડીસા મામલતદારે મુલાકાત લીધી....
બિપરજોય વાવાઝોડાને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લો હચમચી ગયો છે ત્યારે ડીસા તાલુકાને પણ બે દિવસથી ઘમરોળી નાખ્યું છે જ્યારે બિપરજોય વાવાઝોડાના પગલે ડીસા તાલુકાના સોયલા ગામની ડીસા મામલતદાર ડો.કિશનદાન ગઢવીએ મુલાકાત લીધી હતી જે દરમિયાન પંચાયતના તલાટી , સરપંચ અને પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા....