આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના*

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

• *સરદાર સરોવર જળાશયમાં સંગ્રહ શકિતના ૯૪.૭૦% પાણીનો સંગ્રહ*

• *SEOC,ગાંધીનગર ખાતે રાહત કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ*

રાહત કમિશનરશ્રી હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક શ્રી મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.     

સિંચાઈ વિભાગના અધિકારીશ્રીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નીગ ૫ર છે. 

કૃષિ વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૩,૨૩,૨૨૦ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન ૮૧,૫૫,૨૨૦ હેક્ટર વાવેતર થયુ હતુ. 

રાજ્યમાં હાલ NDRF ની ૩ ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-૧, નવસારી-૧, રાજકોટ-૧ NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં ૨ અને વડોદરામાં ૧૦ એમ કુલ-૧૨ ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

આ બેઠકમાં ઉર્જા,માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. 

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા /અમરેલી