અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને મળી ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી

દેશમાં સરકારી – અર્ધસરકારી સંસ્થામાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ સુવિધા ધરાવતી પ્રથમ સંસ્થા બનશે

ગર્ભાશયની તકલીફના કારણે માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી બહેનો માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ વરદાનરૂપ સાબિત થશે

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને ગર્ભાશયના પ્રત્યારોપણની પરવાનગી મળી છે. હવેથી કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે કિડની, લીવર, સ્વાદુપિંડ ઉપરાંત યુટેરસ એટલે કે ગર્ભાશયનું પણ પ્રત્યારોપણ શક્ય બનશે. 

સમગ્ર દેશમાં સરકારી–અર્ધસરકારી સંસ્થામાં ગર્ભાશયનું પ્રત્યારોપણની સુવિધા ઉપલબ્ધ કરાવનાર કિડની ઇન્સ્ટીટ્યુટ પ્રથમ સંસ્થા બનશે.