હિંમતનગર તેમજ ડુંગરપુર ના લોકો માટે ખુશી ના સમાચાર આવી રહ્યા છે, સુપરફાસ્ટ ટ્રેન ગુજરાત મૅલ ને કે જે મુંબઈ થી અમદાવાદ સુધી ચાલતી હતી તે ટ્રેન વાયા હિંમતનગર, ડુંગરપુર થઇ ઉદેપુર સુધી લંબાઈ દેવામાં લીલી જંડી મળી ગયેલ છે.

હાલ અસારવા થી ડુંગરપુર ડેમું ટ્રેન ચાલી રહી છે તેને જુલાઈમાં જ ઉદેપુર સુધી ની મંજૂરી મળી ગયેલ છે, ડુંગરપુર થી ઉદેપુર વચ્ચે લાઈન બીછાવાઈ દેવાઈ છે, હવે ફક્ત ઓપચારિકતા જ રહી ગઈ છે, ડુંગરપુર થી ઉદેપુર લાઈન નું ઉદ્ઘાટન કરવાનું બાકી હોવાથી હમણાં સુધી ટ્રેન ચાલુ કરી શકાઈ નથી , એવું સંભરાઈ રહ્યું છે કે સી.આર.એસ. ની અનુમતિ અને ઉદ્ઘાટન ની એકજ તારીખ નક્કી કરી દેવામાં આવશે, 15 સપ્ટેમ્બર સુધી નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ ના હાથે ઉદ્ઘાટન ગોઠવવામાં આવશે,

                મતલબ હવે ડુંગરપુર અને હિંમતનગર ના લોકોને મુંબઈ માટે સીધી ટ્રેન મળી જશે જે બહુ મોટી ખુશ ખબર કહીં શકાય, આ સુપર ફાસ્ટ ટ્રેન મુંબઈ થી ઉદેપુર ફક્ત 12 કલાકમાં પહોંચાડી દેશે અને અમદાવાદ થી ઉદેપુર 2 કલાક ને 50 મિનિટમાં તેમજ અમદાવાદથી ડુંગરપુર ફક્ત 1:40 મિનિટમાં પહોંચાડી દેશે આ સિડ્યૂઅલ જોઈ ને હિંમતનગર ના રહેવાસીઓ ને સવાલ થતો હશે કે અમે અમદાવાદ કેટલા સમયમાં પહોંચીશું ? તો હું તમને બતાવી દઉં કે અમદાવાદ થી હિંમતનગર વચ્ચે નો સમય ફક્ત એક કલાક ને દસ મિનિટ લેશે, એટલે કે હવે હિંમતનગર ના રહેવાસીઓ ને મુંબઈ જવા માટે કાર કે બસ માં અમદાવાદ જવું પડતું હતું હવે તેમનો સમય અને પૈસા બંન્ને બચી જશે.

*બે કલાક ના બદલે હવે ફક્ત 1 કલાક ને 10 મિનિટમાં જ અમદાવાદ હિંમતનગર વચ્ચે નું અંતર રહેશે.

* મુંબઈ થી ઉદેપુર નો સમય આ પ્રમાણે રહેશે.

દાદર મુંબઈ રાત્રે 9:40

અમદાવાદ સવારે 5:40

હિંમતનગર સવારે 6:50

ડુંગરપુર સવારે 8:10

જયસમંદ સવારે 8:50

ઝાવર સવારે 9:10

ઉદેપુર સવારે 9:50

ઉદેપુર થી મુંબઈનો સમય.

ઉદેપુર સાંજે 6:40 

ઝાવર રાત્રે 7:20

જયસમંદ રાત્રે 7:40

ડુંગરપુર રાત્રે 9:40

અમદાવાદ રાત્રે 10:50

દાદર મુંબઈ સવારે 6:50

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર