સિહોર સ્થિતના જિલ્લાના આગેવાન અને અંગદાન મહાદાન અંગેની સ્વંયભુ જાગૃતિના પ્રેરણતા અશોકભાઈ ઉલવાએ કહ્યા કે અંગદાનના સતકાર્યની મહેક ચોતરફ પ્રસરી છે કોઈપણ વ્યકિત પોતાના મરણ બાદ પોતાના સ્વસ્થ અંગોનું દાન કરી, લાંબાં સમયથી રોગ સામે લડતી વ્યક્તિનું જીવન બચાવી શકે છે અંગદાન સંબંધી ભ્રમણાઓ દૂર કરવા અને અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા દર વર્ષે૧૩મી ઓગષ્ટના દિવસે વિશ્વ અંગદાન દિવસ. મનાવવામાં આવે છે.ખાસ તો સ્વૈચ્છિક રીતે લોકો અંગદાન કરી શકે તેનું મહત્વ રહેલું છે.એક અંગદાતા ૧૦ વ્યકિતઓનું જીવન બચાવી શકે છે તેમણે વધૂમાં જણાવ્યું કે અંગદાન મહાદાન' અને “માનવ સેવા એ જ પ્રભુ સેવા'ની આપણી સંસ્ક્તિ અંગદાન અને અંગ પ્રત્યારોપણથી ઊજાગર થાય છે. ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો. જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આજરોજ વિશ્વ અંગદાન દિવસ નિમિતે સિહોર ખાતે રેલીનું પણ આયોજન થયું હતું