ગુજરાત ATS ના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ઓને સુરત ક્રાઇમ બ્રાંચના ના.પો.અધિ.શ્રી બી.પી.રોજીયા નાઓએ બાતમી હકિકત આપેલ કે "એક અફઘાની નાગરીક નામે વાહીદુલ્લાહ સ/ઓ રહીમુલ્લાહ કે જે દિલ્હી NCR વિસ્તારમાં પ્રતિબંધીત માદક પદાર્થની મોટી માત્રામાં સપ્લાય કરે છે,
તે ઈસમ તા. ૦૨/૦૯/ ૨૦૨૨ના રોજ રાત્રીના કલાક ૧૧:૦૦ થી ૧૧:૩૦ કલાક વચ્ચે TERI ઇન્સ્ટીટ્યુટ, વસંત કુંજ વિસ્તાર, નવી દિલ્હી ખાતે ડ્રગ્સના એક મોટા જથ્થાની ”સપ્લાય કરવાનો છે." જે બાતમી આધારે ગુજરાત ATS ના ના.પો.અધિ.શ્રી બી.એચ.ચાવડા નાઓની આગેવાનીમાં ગુજરાત ATS ના પો.ઇન્સ.શ્રી એસ.એન.પરમાર,પો.ઇન્સ. શ્રી બી.એચ. કોરોટ, પો.સ.ઇ.સુશ્રી એસ.કે. ઓડેદરા તથા સુરત શહેર પો.સ.ઇ શ્રી વી.એ.ડોડીયા નાઓની એક ટીમે નવી દિલ્હી રવાના કરવામાં આવેલ,
ગુજરાત ATS ની ટીમ તથા ક્રાઇમ બ્રાંચ દિલ્હી ની ટીમે સાથે રાખી જોઇન્ટ ઓપરેશન હાથ ધરી ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ જઈ છાપો મારી રેડ કરતા વાહીદુલ્લાહ સ/ઓ રહીમુલ્લાહ નાઓને પકડી તેના કબજામાં થી તથા તેની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા અન્ય સ્થળોએ તપાસ કરી અત્યાર સુધી કુલ ૪ કિલો હેરોઇન ઝડપી પાડેલ છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં. રૂ. ૨૦ કરોડ છે,
આ બાબતે દિલ્હી ક્રાઇમ બ્રાંચ ખાતે FIR નં ૧૯૮/ ૨૦૨૨ થી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે અને સદર ગુનાની આગળની તપાસ દિલ્હી કાઇમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે, પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે આ પકડાયેલ આરોપી વાહીદુલ્લાહ રહિમી સ/ઓ રહીમુલ્લાહ મુળ કંધાર,અફઘાનીસ્તાન નો રહેવાસી છે તથા તેના પરિવાર – માતા, પિતા, ભાઇઓ અને બહેન સાથે વર્ષ ૨૦૧૬માં મેડીકલ વીઝા ઉપર ભારત આવેલ અને બાદમાં આ મેડીકલ વીઝા સમય મર્યાદા વધારી (એક્સ્ટેડ) કરાવી હાલ જોગા બાઇ એટેંશન, ગલી નં ર, સફિના રોડ પાસે, સાઉથ દિલ્હી,
નવી દિલ્હી ખાતે રહેતો હતો.