પોરબંદર કડિયાપ્લોટ વોર્ડ નંબર 4 વિસ્તારમાં પોરબંદર ભારતીય જનતા પક્ષ દ્વારા મેગા્ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સાહેબ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા મહામંત્રી અશોકભાઈ મોઢા હાજર રહેલ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સાહેબે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરેલ.
આ તકે કડિયા પ્લોટના સદસ્ય દિલીપભાઈ ઓડેદરા, પ્રશાંતભાઈ સિસોદિયા જ્યોત્સનાબા રાણા, ઇલાબેન શિંગરખીયા તથા સક્રિય કાર્યકર ઇન્દ્રજીતસિંહ રાણા મનોજભાઈ શિંગરખીયા, ધર્મેશભાઈ જોશી તથા પ્રવીણભાઈ શિંગરખીયા હાજર રહેલ.