મહિલા લો કોલેજ માં સ્વ.ચેસ પ્લેયર ભીખાભાઈ લોબી,નરોતમભાઈ જાદવાણી,વિનોદભાઈ સોલંકી. ડોક્ટર વિપુલભાઈ ખંધાર,અને જીગ્નેશ શાહ, સ્વ.ના મેમોરીયલ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ આ ટુર્નામેન્ટમાં નાના બાળકો તથા મહિલાઓ,સ્કૂલ વિદ્યાર્થીનીઓ,વિદ્યાર્થી,અંધજન વ્યક્તિ,તથા સિનિયર સિટીઝન સુધીના તેઓ લોકોએ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ઓપન ગુજરાત ટુર્નામેન્ટમાં રાજકોટ જામનગર ભાવનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર તેમજ વઢવાણ સુરેન્દ્રનગર વગેરે તાલુકા અને જિલ્લાઓમાંથી 135 થી વધુ ચેસ ના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ડોક્ટર દક્ષાબેન મહેતાએ મંગલદીપ પ્રગવીને ચેસ ટુર્નામેન્ટ સુપ્રારંભ કરેલ.આ પ્રસંગે ચેસ કન્વીનર પંકજભાઈ પંચોલી,જયેશભાઈ દવે,કોલેજના ડાયરેક્ટરશ્રી કૈલાશભાઈ ઠાકર તથા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહીને આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી.