દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલ શ્રી સરદારસિંહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય માં સંજેલી તેમજ આસપાસ ના વિદ્યાર્થી યુવાનો યુવતીઓ ને વર્ગ - 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરવા માર્ગદર્શન મળી રહે તે માટે ફ્રી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પંચમહાલ જિલ્લા જન સેવા મંડળ ભાણપુર અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાણપુર ના પ્રમુખ સહિતના વિવિધ વિભાગના તજજ્ઞો હાજર રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું
જેમાં એમ.બી.રજાત, દિલીપકુમાર માનસિંહ રજાત, ભાવેશભાઈ નિનામા, રાકેશભાઈ મકવાણા, મનીષભાઈ ચારેલ, ઋતુરાજભાઈ રજાત, અર્પિતભાઈ બારીયા, દીપસીંગભાઈ હઠીલા, સુજલભાઈ ચૌધરી, રાહુલભાઇ રાઠોડ, સહિતના તજજ્ઞો હાજર રહી વિદ્યાર્થી યુવાન, યુવતીઓને ફ્રી માં માર્ગદર્શન આપી સેમિનાર યોજવામાં આવ્યો હતો