ગુજરાતમાં દારૂબંધીની આડમાં કરોડો રૂપિયાનો વહીવટ થતો હોવાની વાતો સામે આવી રહી છે, આ બધા વચ્ચે માત્ર એકજ બૂટલેગર પિન્ટુ ગડરી પોલીસને દર મહિને ~2 કરોડનો હપ્તો આપતો હોવાનો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે.

આ સિવાય અનેક નાના મોટા બુટલેગર કાર્યરત છે અને નાના મોટા હપ્તાઓનું સેટિંગ ગોઠવાયેલું છે આ બધા વચ્ચે નામચીન બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા દારૂના નેટવર્કમાં આંગડિયા પેઢીઓ મારફતે નાણાંનો હવાલો અપાતો હોવાની વાત પણ સામે આવી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલે બન્ને બુટલેગરોના આંગડિયા દ્વારા કરાતા નાણાકીય વ્યવહારોની તપાસ કરતા કુલ 44 કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાની વાત બહાર આવી છે, પી.વિજય અને કનુ કાંતિ આંગડિયા પેઢીએ ખાતે છેલ્લા છ મહિના દરમિયાન નાગદાનના નવ કરોડ અને વિનોદ સિંધીના 35 કરોડ ઉપરાંતના વ્યવહારો બહાર આવ્યા છે.

સાથેજ તપાસમાં ખુલ્યા મુજબ આ બુટલેગર અને તેમના મળતિયાઓના 20 બેન્ક ખાતા સીઝ કર્યા છે.
બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ વ્યવહારો થયા હોવાનું પણ તપાસ દરમિયાન ખૂલ્યુ છે.
નાગદાન અને વિનોદ સિંધી પાર્ટનરશીપમાં દારૂનો ધંધો કરતા હોવાની વાત વચ્ચે તેઓનું નેટવર્ક ખુબજ મોટું છે.
વડોદરાના કરજણ અને અમદાવાદના કણભા ખાતેના ગુનામાં બંન્નેની હાલતો ધરપકડ થઈ છે.
બીજી તરફ,,સ્ટેટ મોનિટરીંગ સેલે ગોવાથી નવાપુરામાં દારૂ લાવી ત્યાંથી ગુજરાતમાં સપ્લાય કરનારા બૂટલેગર પિન્ટુ ગડરી પોલીસને દર મહિને ~2 કરોડનો હપતો આપતો હોવાની વાત વચ્ચે તેની તપાસમાં પણ દારૂના ધંધાનું ટર્નઓવર 200 કરોડથી વધુનુ હોવાનું બહાર આવ્યું છે. આટલું જ નહીં તેના ફોન રેકોર્ડમાં દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
મહિને બે કરોડનો હપ્તો આ બુટલેગર પોલીસને આપતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યુ હોવાના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
દારૂના પૈસાની લેવડ દેવડ માટે બે આંગડિયા પેઢી સામે તપાસ થશે
પોલીસે નાગદાન અને તેના પાર્ટનર વિનોદ સિંધીના દ્વારા જે આંગડિયા પેઢીઓ દ્વારા પૈસાની હેરફેર કરવામાં આવતી હતી તેની સામે તપાસ શરૂ કરી છે.