અમરેલી તા.૦૫ સપ્ટેમ્બર (સોમવાર) અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રીની સૂચના મુજબ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તથા

નોડલ ઓફિસરશ્રી PwD દ્વારા અંધજન પ્રગતિ મંડળ, અમરેલી ખાતે દિવ્યાંગ મતદાર જાગૃત્તિ કાર્યક્રમ સહ EVM અને VVPATનું નિદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી વી.વી. પટણી દ્વારા હાલમાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ વિશે દિવ્યાંગજનોને સમજૂતી આપાવમાં આવી હતી અને મતદાનની પ્રક્રિયામાં તેમની ભાગીદારી વિશે માહિતી આપવામાં આવી હતી. 

    કાર્યક્રમમાં દિવ્યાંગજનોને EVM અને VVPATનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર તથા અંધજન પ્રગતિ મંડળ સંચાલિત અંધજન તાલીમ કેન્દ્રને ઉપયોગી થાય તે માટે બેડશીટ ભેટ તરીકે આપવામાં આવી હતી. દિવ્યાંજગનોને મતદારયાદીમાં PwD તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ-૮નું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વી.વી. પટણી, PwD નોડલ ઓફિસરશ્રી વી.એ. સૈયદ, ચૂંટણી શાખાના મામલતદારશ્રી દેવાયતભાઈ શિયાળા, સંસ્થાના ટ્રસ્ટીશ્રી દિલીપભાઈ પરીખ તથા સંસ્થાના સંચાલકશ્રી આર.એચ.સાધુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી