પ્રણામી સંપ્રદાય વારસોલાથી પન્ના ચાલતા સંઘનું દાહોદમાં અભિવાદન 

આજરોજ તારીખ.1/12 /2024 ના રોજ શ્રીકૃષ્ણ પ્રણામી મંદિર વરસોલા થી પરમધામ પન્ના ચાલતો જતો સંઘ દાહોદ આવી પહોંચ્યો હતો શ્રી રાજ શ્યામાજી ટ્રસ્ટ દાહોદના પ્રમુખ શ્રીમતિ ચંદ્રકાંતાબેન ગોપાલભાઈ ધાનકા -રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - તેમજ દાહોદ ના સુંદર સાથ દ્વારા આ સંઘ નું દાહોદ ચામુંડા માતાજીના મંદિરે ગોધરા રોડ મુકામે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુંદરસાથ શ્રી કાળીદાસભાઈ એમ. પરમાર દ્વારા ભજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ અન્ય સુંદરસાથ દ્વારા શ્રી રાજજી મહારાજની આરતી કરવામાં આવી હતી તે પછી ચાલતા સંઘમાં જોડાયેલ લગભગ 130 સસુંદરસાથે ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી અને લગભગ બે વાગયે સંઘ ચાલતો કતવારા તરફ રવાના થયો હતો આ પ્રસંગે શ્રી ગોપાલભાઈ પી. ધાનકા, કાલિદાસભાઈ પરમાર , નંદકિશોરભાઈ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ શ્રીમતી મણીબેન ધાનકા અને ખજાનચી નવીનભાઈ પરમાર તેમજ ટ્રસ્ટના મંત્રી ચેતન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.