આઈ.ટી.આઈ. સિહોર ખાતે પાંચમાં રાઉન્ડ પ્રવેશ સત્ર- ૨૦૨૨ માટે ભરતી પ્રક્રિયાની શરૂઆત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સિહોર ખાતે પાંચમાં રાઉન્ડ માટેની એડમીશન પ્રક્રિયામાં ટ્રેડ (૧)રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનર ટેકનીશીયન અને (૨) ટુ વ્હીલર ઓટો રીપેરરમાં પ્રવેશ કોર્મ ભરવાની કામગીરી તા. ૦૫/૦૯/૨૦૨૨ થી તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી વહેલા તે પહેલાંનાં ધોરણે ચાલુ રહેશે. સંસ્થામાં ખાલી રહેલ બેઠકોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો અને નોંધણી ફી આપીને જમાં કરાવવાની રહેશે. સંસ્થા કક્ષાએ આવેલ અરજીનું મેરીટ લીસ્ટ સંસ્થા ખાતે બનાવી સાંજે ૫.૦૦ કલાક પછી જે તે દિવસે અરજી કરેલ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે. એડમીશન અંગે કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન બાબતે આચાર્યશ્રી, આઈ.ટી.આઈ., સિહોરનો સંપર્ક કરવાં જણાવવામાં આવ્યું છે.