મર્યાદા એ હર સનાતનીનું ઘરેણું છે તુલસીદાસજી દ્વારા આ કલયુગમાં હર મનુષ્ય મર્યાદા કેવી રીતે સાચવવી એનું સંપૂર્ણ વર્ણન શ્રી રામચરિત માનસ દ્વારા આ સમગ્ર વિશ્વને આપ્યું છે શ્રી રામચરિતમાનસ ફક્ત મહાકાવ્ય નહીં એ આપણી ભારતીય સંસ્કૃતિ નું હૃદય છે...
શ્રી થરપારકર વૈષ્ણવ ટ્રસ્ટ દ્વારા ભાભર ખાતે આયોજિત શ્રી રામ નવાહ પારાયણ કથામાં પ્રખર ઈન્દુવાદી અને સ્પષ્ટ વક્તા લાભેશભાઈ દવે દ્વારા રામ પ્રાગટ્યનું મહત્વ બતાવવામાં આવ્યું જેમાં અત્યારે હર ઘરમાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે હજારો રૂપિયા ખર્ચ કરી કેક લાવી તાળીઓ પાડી અને જન્મ દિવસ ઉજવાય છે એ આપણી ભારતીય સંસ્કૃતિની બિલકુલ શોભા નથી આપતું જો બાળક કે ઘરના કોઈપણ સભ્યનો જન્મદિવસ ઉજવવો છે તો ધર્મ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખી કોઈ ધાર્મિક કાર્ય કરી અથવા તો ગાય બ્રાહ્મણ સાધુ સંતને દાન આપી અને ઉજવાય તો એ ધર્મની પરંપરા છે વધુમાં જન્મ એનો જ સાર્થક છે કે જેનો જન્મ પુરી દુનિયા પુરુ વિશ્વ ધામધૂમથી ઉજવે...
પારકર વૈષ્ણવ ટ્રસ્ટ અને સમસ્ત સનાતની ભાભરવાસીઓ દ્વારા રામ પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ....
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી