પકડાયેલ આરોપી

 અજયભાઇ ભરતભાઇ ચૌહાણ

ઉ.વ .૧૯ , ધંધો - હીરા ધસવાનો , રહે.ડેડાણ , તા.ખાંભા , જિ.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલ 

ચાઇનીઝ દોરી ( રીલ ) નંગ -૬ , કિ.રૂ,.૧૪૫૦ / ના મુદામાલ

અમરેલી જિલ્લામાં ચાઇનીઝ દોરા , નાઇલોન દોરા , તથા ચાઈનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા મુકવામાં આવેલ, 

જે જાહેરનામાની ચૂસ્તપણે અમલવારી કરાવવા.અમરેલી જિલ્લા વહીવટી તંત્રને સુચના આપવામાં આવેલ હોય ,

જે જાહેરનામા અન્વયે ભાવનગર રેન્જ આઈ. જી. ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ,ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , તથા ચાઈનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) નું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા સુચના આપેલ હોય ,

 જે અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા , તથા જે.કે.મોરી , પો.સ.ઇ. એસ.ઓ.જી.શાખા , નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ટીમ દ્વારા ઉપરોક્ત આરોપીને ડેડાણ ગામે થી પકડી પાડી વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ