અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી નાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ધકેલતી અમરેલી પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓ દ્રારા અમરેલી જિલ્લામાં વાહન ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- મિલ્કતની ચોરી કરતા હોય, આવા મિલકત સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

 જે અન્વયે ચલાલા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.શ્રી એસ.આર.ગોહિલ નાઓએ ધારી, ચલાલા વિસ્તારમાં ચોરી, ઘરફોડ ચોરીઓના ગુનાઓ કરતા ઇસમ અમીત વિજયભાઇ સોલંકી, ઉ.વ.૨૦, રહે. ચલાલા, તા.ધારી, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.

લોકોની માલ - મિલકત જેના કારણે જોખમમાં મુકાય શકે તેવા ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ નાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા અમીત વિજયભાઇ સોલંકીને પાસા વોરંટની બજવણી કરી, અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

પાસા અટકાયતી અમીત વિજયભાઇ સોલંકીનો ગુનાહિત ઇતિહાસઃ-

(૧) ધારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૧૦૫૦૩/૨૦૨૧, આઈ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ.

(૨) ધારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૧૦૫૪૦/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦, ૧૧૪ મુજબ.

(૩) ચલાલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૨૦૫૪૬/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯,૧૧૪ મુજબ.

(૪) ચલાલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૨૦૫૪૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯,૧૧૪ મુજબ.

આમ, મિલકત સબંધી ગુનાઓ આચરતા અને આમ જનતાની માલ-મિલકત માટે જોખમરૂપ ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી