અમદાવાદ
કેનેડાના પરમીટ વીઝા આપવાના નામે ઠગાઈની ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે એક ઈસમની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ઇસમે ઉડાન હોલીડેના નામની કંપની દ્વારા કરોડોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમીટના નામે 39 લાખ 41 હજાર રૂપિયા પડાવ્યા હતા. આરોપી 15થી 20 લાખમાં વર્ક પરમીટની લાલચ આપતો હતો.
ઉડાન હોલીડેના નામની કંપનીમાંથી કરોડોની ઠગાઈ ઝડપાઈ છે. આ કંપની કેનેડાના પરમીટ વીઝા આપવાના નામે ઠગાઈ કરતી હતી. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈ કરનારા હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના DCPએ કહ્યું કે, આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમીટના નામે 39 લાખ 41 હજાર રૂપિયા પડાવ્યા હતા. વધુમાં કહ્યું કે સમગ્ર કેસમાં હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઈસમ 15થી 20 લાખમાં વર્ક પરમીટની લાલચ આપતો હતો. આ સાથે ઇસમે 100થી વધુ લોકો પાસેથી રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. આ ઠગાઈ પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકો સાથે કરવામાં આવી હતી. આ હોલીડે નામની કંપની 2018થી શરૂ કરવામાં આવી હતી.હર્ષિલ પટેલ નામના આરોપીએ 2018 હોલીડે નામની કંપની શરૂ કરી હતી. જે બાદમાં તે લોકોને 15થી 20 લાખમાં કેનેડામાં વર્ક પરમીટની લાલચ આપતો હતો. તેને પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી.