આજરોજ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારાના કુવા ફળીયાના રહેવાસી નરેશભાઈ રમેશભાઈ ભાભોર સવારના સાડા નવ વાગ્યાના અરસામા ખેતરમા મકાઈના ડોડા લેવા માટે ગયા હતા. તે સમયે તેમના પર એકાએક આકાશી વીજળી પડતા તેઓનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. આ બનાવના પગલે નરેશભાઈ ભાભોરના પરિવારજનોમા ભારે માતમ છવાઈ જવા પામ્યો છે. આ બનાવની જાણ જેસાવાડા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી મૃતકના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ખેતરમા મકાઈના ડોડા લેવા ગયેલા 23 વર્ષીય યુવક પર આકાશી વીજળી પડતા યુવકનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ
