મામલતદાર બી.પી.રાણા,ડી.વાય.એસ.પી-એમ.બી.વ્યાસ ને આવેદનપત્ર આપ્યુ
હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને આગામી દિવસોમાં પર્યુષણ પર્વ પણ આવી રહ્યુ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં માસ-મટનનો વેપાર તેમજ તમામ દુકાનો બંધ રાખવા રાણપુર વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાણપુર મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન અને જૈન સમાજના પર્યુષણ પર્વ દરમ્યાન કતલખાના,માસ-મટનના વેપાર અને દુકાનો બંધ રાખવા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાણપુર મામલતદાર બી.પી.રાણા તથા રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી.-એમ.બી.વ્યાસ ને આવેદનપત્ર આપી તમામ કતલખાના,માસ-મટનનો વેપાર અને દુકાનો શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમ્યાન બંધ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ રાજેશભાઈ મકવાણા,રામાભાઈ ગાંગડીયામીર,સુરેશભાઈ પરમાર,અજયભાઈ પરમાર(શિવસેના),ડો.જગદીશભાઈ પંડ્યા,મયુરભાઈ ટમાલીયા,અશોકભાઈ દેશાણી,નિલેશભાઈ પરમાર સહીતના હિન્દુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.