ભાવનગરમાં લમ્પી વાઇરસના નવા 122 કેસ નોંધાયા, વધુ 5 પશુઓના મોત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6581 કેસ તેમજ 466 પશુઓના મોત થયા ભાવનગર જિલ્લામાં લમ્પી વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એક દિવસમાં વધું 5 પશુઓના લમ્પી વાઇરસથી મોત થયા છે. તેમજ 122 નવા કેસ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6581 કેસ તેમજ 466 પશુઓના મોત થયા છે. લમ્પી વાઇરસના કેસમાં સતત વધારો ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6581 પોઝિટિવ કેસ નોંધાયા છે. 10 તાલુકાના 506 ગામો અસરગ્રસ્ત ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાઇરસના કુલ 6581 કેસ નોંધાયા છે અને કુલ 466 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી છે. જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિત દસ તાલુકામાં વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. દસ તાલુકાના 506 ગામો અસરગ્રસ્ત થયા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,147નું રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फायरिंग में एक युवक की मौत, आपसी विवाद में कोटा बारां हाइवे पर हुआ झगड़ा
कोटा। कोटा बारां हाइवे पर स्थित एक ढाबे पर आपसी विवाद में दो पक्षों के बीच झगड़े का मामला सामने...
સિહોર માં રખડતાં ઢોર નો ત્રાસ
સિહોર શહેરમાં રખડતા ઢોરને કારણે નગરજનો અને વાહનચાલકો ત્રાહિમામ સિહોરમાંથી પસાર થતા હાઈવે પર વાહન...
কাতি বিহুৰ সন্ধিয়া ডুমডুমাত চাঞ্চল্যকৰ ঘটনা ..
কাতি বিহুৰ সন্ধিয়া ডুমডুমাত চাঞ্চল্যকৰ ঘটনা ..