જેથી એલસીબી ટીમે આરોપી આંગડીયા પેઢીના કર્મચારી આનંદજી હમીરજી પરમાર રહે હાલ રાજકોટ મૂળ ચંદ્રુ માંણા જી પાટણ અનેઅજીતસિંહ નથાજી પરમાર રહે સબોસણ તા જી પાટણ એમ બે ઇસમોને ઝડપી લીધા છે અને મુદામાલ રીકવર કરાયો છે તો ફરારઆરોપી સિદ્ધરાજસિંહ સરતનજી પરમાર રહે કોસાગામ પાટણ વાળાને ઝડપી લેવા તપાસ ચલાવી છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, તેમજએલસીબી ટીમના સુરેશચંદ્ર હુંબલ, નીરવભાઈ મકવાણા, નંદલાલ વરમોરા અને ભગીરથસિંહ ઝાલા તેમજ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, મોરબીના કર્મચારીઓની ટીમ જોડાયેલ હતી
ભુજ રાજકોટ રૂટની એસટી બસમાં આવી રહેલા આંગડીયા પેઢીના કર્મચારીઓનો ૩૦ લાખની રોકડ અને ચાંદી સહીત ૪૦ લાખની મત્તાભરેલ થેલો રસ્તામાં ચોરી થયાનું જણાવી મોરબી ખાતે પોલીસને જાણ કરી હતી જે બનાવમાં આંગડીયા પેઢીના કર્મચારીઓએ જ ચોરીનુંતરકટ રચ્યાનું ખુલ્યું છે જેથી એલસીબી ટીમે બે આરોપીને દબોચી લીધા છે, ભુજ રાજકોટ રૂટની એસટી બસમાં મહેન્દ્ર પ્રવીણ આંગડીયા પેઢી રાજકોટના બે કર્મચારીઓ અલગ અલગ ચીજવસ્તુના ત્રણ થેલાલઈને ભુજથી રાજકોટ આવતા હોય જેમાં એક થેલામાં રૂ ૩૦ લાખ રોકડ અને અન્ય થેલામાં સોના અને ચાંદીના દાગીના કીમત રૂ ૧૦લાખ મળીને કુલ ૪૦ લાખનો મુદામાલ સાથે હોય જે થેલા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાનું મોરબી જુના બસ સ્ટેન્ડ પહોંચી જાહેર કર્યુંહતું જેથી એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી ટીમે બનાવ મામલે તપાસ ચલાવી હતી
બનાવ મામલે એલસીબી ટીમને આંગડીયા પેઢીના કર્મચારીઓની સંડોવણી હોવાની માહિતી મળી હતી જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછકરતા બંને ઇસમોએ ભાંગી પડ્યા હતા અને બંને ઇસમોએ મળીને થેલો ગાયબ કરવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં અન્ય આરોપીસિદ્ધરાજસિંહ સરતનજી પરમાર રહે કોસા જી પાટણ વાળાને સામેલ કરી આદિપુર બસ સ્ટેન્ડ ખાતે બોલાવી તે પણ ભુજ રાજકોટ રૂટવાળી બસમાં બેસી ગયો હતો અને ભચાઉની ટીકીટ લઈને રોકડ અને સોના-ચાંદીના દાગીના પાર્સલ ભરેલો થેલો આપી દેતા થેલા લઈનેતે ભચાઉ બસ સ્ટેન્ડ ઉતરી ગયો હતો
વિપુલ મકવાણા અમરેલી