ભોપાલ: મધ્યપ્રદેશમાં સીરિયલ કિલરના આતંકનો આખરે અંત આવ્યો છે. સિરિયલ કિલર 'સ્ટોનમેન'ની ભોપાલમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેણે ચાર કેસમાં ખાસ રીતે સુરક્ષાકર્મીઓને નિશાન બનાવ્યા હતા. 'સ્ટોન મેન' પર બે દિવસમાં ત્રણ હત્યા કરવાનો આરોપ છે. હત્યાનો તેનો વિચાર પણ એવો જ હતો. ત્રણેય હત્યામાં તેણે પીડિતાના માથામાં હથોડી, પથ્થર કે જાડી લાકડી વડે હુનલો કર્યો હતો. તે રાત્રે સૂતી વખતે લોકોને નિશાન બનાવતો હતો. આરોપી ફિલ્મ KGF 2 જોઈને પ્રભાવીત થયો હતો અને તેને રોકીભાઈની જેમ તેને ગેંગસ્ટર બનવું હતું. તે એવા સિક્યોરિટી ગાર્ડ્સને ટોર્ગેટ કરતો હતો જે ડ્યૂટી દરમિયાન સૂઈ રહેતા હતા. 

એમપી પોલીસે શુક્રવારે એક શંકાસ્પદની ધરપકડ કરી હતી જેણે રાજ્યના સાગર શહેરમાં અને ભોપાલમાં અન્ય એક ચોકીદારની કથિત રીતે હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સાગરમાં ત્રણ ચોકીદારની હત્યાના સંબંધમાં ધરપકડ કરવામાં આવે તે પહેલા આરોપીએ ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિએ ભોપાલના ખજુરી વિસ્તારમાં ચોથા વ્યક્તિની પણ હત્યા કરી હતી. રાજ્ય ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે રાજ્યના સાગર શહેરમાં ત્રણ ચોકીદારની હત્યાના આરોપીએ ગુરુવાર-શુક્રવારની રાત્રે ભોપાલમાં અન્ય એક ચોકીદારની હત્યા કરી છે. શુક્રવારે વહેલી સવારે ભોપાલમાં મોબાઈલ ફોનના લોકેશનના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ્ય ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મીડિયાકર્મીઓને કહ્યું, "મધ્યપ્રદેશના સાગરમાં 'સિરિયલ કિલિંગ'ના કેસમાં પોલીસે આરોપીની ભોપાલથી ધરપકડ કરી છે. ભોપાલમાં પકડાયા પહેલા તેણે અહીં અન્ય ચોકીદારની હત્યા કરી હતી, જેની તેણે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે. સાગર પોલીસને અભિનંદન આપું છું કારણ કે તેઓ તેમનો પીછો કરીને ભોપાલ પહોંચ્યા હતા. આરોપી સીરિયલ કિલિંગના બીજા કે ત્રીજા પીડિતાનો મોબાઈલ લાવ્યો હતો, જેના પગલે સાગર પોલીસે ભોપાલ આવીને તેની ભોપાલથી ધરપકડ કરી છે. તે સાગર જિલ્લાના કેસલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. તેણે કહ્યું કે તેણે સાગરમાં ત્રણ ચોકીદારની હત્યા કરી હતી. પોલીસ હાલ આરોપી પાસેથી વધુ વિગતો મેળવવા તેની પૂછપરછ કરી રહી છે.

ભોપાલના ખજુરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંધ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે, ભોપાલમાં પણ ગુરુવાર-શુક્રવારની મોડી રાત્રે એક અજાણ્યા વ્યક્તિએ ચોકીદારની હત્યા કરી હતી. આ ઘટના શહેરના બૈરાગઢ કલા વિસ્તારની એક માર્બલની દુકાનમાં બની હતી.” તેમણે જણાવ્યું કે અજાણ્યા આરોપીઓએ ચોકીદાર સોનુ વર્મા (23)ની માર્બલના થાંભલા વડે હત્યા કરી નાખી. તે માર્બલની દુકાનમાં ચોકીદાર તરીકે કામ કરતો હતો. તેમણે કહ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

સાગરના પોલીસ મહાનિરીક્ષક (IGP) અનુરાગે જણાવ્યું હતું કે, "અમે શુક્રવારે વહેલી સવારે ભોપાલથી સાગરમાં ત્રણ ચોકીદારની હત્યામાં સંડોવાયેલા એક શકમંદને પકડી લીધો હતો. તે આ ઘટનાઓનો મુખ્ય ષડયંત્રકાર હોવાની પ્રબળ શક્યતા છે. અમારી તપાસ ચાલુ છે." રાજ્યના સાગર શહેરમાં ત્રણ દિવસમાં અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ ચોકીદારોના મોત થયા હતા, જેના કારણે ત્યાં ખળભળાટ મચી ગયો હતો. સાગરના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેક્ટરીમાં તૈનાત ચોકીદાર કલ્યાણ લોધી (50)ની 28-29 ઓગસ્ટની મધ્યરાત્રિએ માથા પર હથોડી વડે હત્યા કરવામાં આવી હતી, જ્યારે બીજી ઘટના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 29-30 ઓગસ્ટની રાત્રે અન્ય ચોકીદાર શંભુ નારાયણ દુબે (60) જે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ફરજ પર હતા, તેમના માથા પર પથ્થર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. ત્રીજી ઘટનામાં સાગરના મોતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30-31 ઓગસ્ટની વચ્ચેની રાત્રે એક અજાણ્યા આરોપીએ ઘરના રક્ષક મંગલ અહિરવારની માથાના ભાગે હુમલો કરી હત્યા કરી હતી. આરોપીને શોધવા માટે પોલીસની 10 ટીમ કામે લાગી હતી.