સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા ધડાધડ કામો અને સમસ્યાઓનો ઉકેલ શરૂ કર્યો છે સિહોરના પોષ મનાતા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણીના કારણે લોકો ત્રાહિમામ હતા ગઇકાલે શંખનાદે લોકોની સમસ્યા સમાચાર રૂપી લોકોની વચ્ચે મૂકી હતી જે અહેવાલો તંત્રના મુખ્ય અધિકારીઓ સુધી પોહચ્યા છે આજે સાંજના સમયે સિહોર નગરપાલિકાના ચિફઓફિસર મારકણા અને એન્જીનીયર નીતિન પંડ્યા સહિત સ્ટાફ ગોદાવરી સ્કૂલ પાસે ગટરની સમસ્યા છે ત્યાં રૂબરૂ થયા હતા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી સ્થળ વિઝીટ કરી હતી બત્ને અધિકારી અને સ્ટાફ વચ્ચે ખાસ્સો સમય ગુફ્તગુ થઈ હતી ચર્ચાઓ બાદ અહીં તાકીદે કામ શરૂ કરવાના આદેશ ચિફઓફિસરે કર્યા હતા અહીં તાત્કાલિક પાઇપો સહિતની ચીજવસ્તુઓ લાવવામાં આવી છે લગભગ આવતીકાલથી કામો શરૂ થાય તેવી પુરી શકયતા છે ત્યારે આવનાર દિવસોમાં ગટરના પ્રશ્ને લોકોને હેરાનગતિ ઓછી થશે તે નક્કી છે