દેવલીયા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો આ કેમ્પમાં આસપાસના ગામોમાંથી ૩૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો

નર્મદા વન વિભાગ કેવડિયા રેન્જ અને અનુપમ મિશન- આણંદના સંયુક્ત ઉપક્રમે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા દેવલિયા ખાતે સર્વરોગ નિદાન માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

આ કેમ્પમાં આસપાસના વિસ્તારના ગામોમાં થી અંદાજે 300 કરતા વધુ દર્દીઓએ લાભ લીધો જેમાં સ્ત્રી રોગ, બાળ રોગ, જનરલ ફિઝિશિયન, નાક- કાન- ગળાના ડોક્ટર, ચામડીના સહિત સર્વ રોગોની તપાસ અને નિદાન નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવ્યું

એક દિવસીય નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પમાં નાયબ વન સંરક્ષક મિતેશભાઇ પટેલ અનુપમ મિશન આણંદના હિતેશભાઈ / મણીભાઈ / ડો. વનરાજસિંહ / તિલકવાડા તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. એ. સોલંકી / આરોગ્ય વિભાગના અધિકારી /કર્મચારીઓ તેમજ વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા