*હર ઘર તિરંગો કાર્યક્રમમાં સહભાગી થવાના શપથ લેતા જિલ્લા પંચાયતના કર્મયોગીઓ*જિલ્લા પંચાયત દાહોદ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થઈને ઘરે તિરંગો લહેરાવાના શપથ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ નાગરિકોને પણ હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી.આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશના તમામ નાગરિકોને તીરંગા પ્રત્યે પ્રેમ સ્નેહ આદર અને રાષ્ટ્રભાવના જાગે તેવા અભિગમને સાર્થક કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તીરંગા અભિગમને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સઘન અભિયાન થકી આગળ ધપાવી રહ્યું છે.દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ૧ લાખ જેટલા રાષ્ટ્રધ્વજ દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યા છે તમામ તાલુકાની ગ્રામ પંચાયત ખાતે હર ઘર તીરંગા હર ઘર જળ કાર્યક્રમ સાર્થક કરવા ગ્રામ સભાઓનું આયોજન કરી ગ્રામ જનો ને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. હર ઘર તીરંગા કાર્યક્રમમાં તા.૧૩/૦૮/૨૦૨૨ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન દાહોદ જિલ્લાના તમામ ઘરો પર તિરંગો લેહરાવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીએ જણાવ્યું કે દેશની આંન બાન અને શાન સાથે જિલ્લાના દરેક નાગરિકોને હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં સહભાગી થવા જણાવ્યું હતું. અને દેશ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરે તેવી દરેક નાગરિકોને અપીલ કરી હતી.આમ કરીને નાગરિકો સ્વતંત્ર્યતા સંગ્રામમાં બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલી આપી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું. 

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી આજે જિલ્લા પંચાયત પટાંગણમાં જિલ્લા પંચાયતના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રી ઓને ૧૩ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન પોતાના ઘર પર તીરંગા લેહરાવાના સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી, યુનિસેફ માંથી આવેલ અધિકારી શ્રી અને જિલ્લા પંચાયત તમામ અધિકારી શ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

રીપોર્ટર કિશોર ડબગર દાહોદ