ઋષિ પાંચમ ની પૂજા કરવા માટે ડીસા ની બનાસ નદી ના કિનારે આવેલ પૌરાણિક મહાદેવ વીયા ગામના કિનારે શિવજી ભગવાન ના મંદિર પાસે બનાસ નદીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી ભક્તગણ શિવજી ભગવાન ના મંદિરે વહેલી સવારે નદીમાં સ્નાન કરી સપ્ત ઋષિઓની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. હિન્દુ ધર્મ માં ઋષિ પાંચમ ની ૫ જાનું અલગ મહત્વ હોય છે આ દિવસે મહિલાઓ વહેતા પાણીમાં સ્નાન કરી સપ્ત ઋષિઓની પૂજાવિધિ પુજા કરી ભૂલથી થયેલ પાપો થી છે મુક્ત થાય અને આ દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે.ફકત ફળાહાર માં સામો જ લેછે માટે આ પાંચમ ને સામા પાચમ પણ કહેવાય છે ધાર્મિક ગ્રંથો મુજબ ઋષિ પાચમ ના દિવસે મહિલાઓ નદી કિનારે સપ્ત ઋષિઓની માટી કે પથ્થર ની પ્રતિમાઓ સ્થાપી તેની વિધિવત પૂજા કરે છે ઋષિ પાંચમના દિવસે નદી કિનારે પૂજા કરવાનું મહત્વ વધારે હોય છે આથી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં બનાસ નદીમાં દર વર્ષની જેમ મહિલાઓ મોટા પ્રમાણમાં આવે છે અને બનાસ નદીના પવિત્ર જળનો સ્નાન કરી વિધિવત પૂજા કરે છે