વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે આપી મંજૂરી*
...............
*ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા કેન્દ્ર સરકાર દ્વારા આશરે રૂ. ૧૦૦૦ કરોડની સહાય*
...............
...........
*રાજ્યના બલ્ક ડ્રગ અને મેડિકલ ઉદ્યોગ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા બલ્ક ડ્રગ્સ પાર્ક આશીર્વાદરૂપ સાબિત થશે*
***********
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી ની કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે
ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ યાત્રામા યશ કલગી બનનાર આ ભેટ આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો છે*
*ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે Gujarat Industrial Development Corporation (GIDC) દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોસલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો*
. *કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી દ્વારા પ્રપોસલ ચકાસ્યા બાદ ગુજરાત રાજ્યનાં ભરુચ જીલ્લાનાં જંબુસર તાલુકા ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે*.
*ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. ૧૦૦૦ કરોડ ની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે. આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ખુબ જ ફાયદો થશે*.
*ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે*. *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમા યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે*
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી