રાજકોટ નજીકના હીરાસર ખાતે નિર્માણાધીન ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકાર્પણ કરવામાં આવનાર હોય આ એરપોર્ટની નિર્માણ કામગીરીને ગતિ આપવામાં આવી રહી છે તેમ છતાં નિર્માણ કામગીરીમાં જોઇએ તેવી ઝડપ હજુ સુધી આવી શકી નથી. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ એરપોર્ટની કામગીરી પીએમઓ દ્વારા સુધી દેખરેખ રાખવામાં આવી રહી હોય પીએમઓ દ્વારા દર માસે કામગીરીના રિવ્યુ લેવામાં આવી રહ્યા છે.
દરમિયાન આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આ એરપોર્ટના મુખ્ય રોડનું કામ શરુ કરી દેવામાં આવેલ છે. હાઇવેથી એરપોર્ટ સુધીનાં આ રોડનું કામ ઝડપભેર આગળ વધે તેના તરફ ભાર મુકવામાં આવી રહ્યો છે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે આ એરપોર્ટનાં રન-વેનું કામ પૂર્ણ થયેલ છે.