કડીમાં બુટલેગરો હવે નવો કીમિયો અજમાવવા લાગ્યા છે, 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ લોકોને દારૂ યાદ આવતો હોય છે, પરંતુ કડી પોલીસની લાલ આંખ થતાજ બુટલેગરોએ નવો કીમિયોં અજમાવ્યો છે. બુટલેગર હવે નાના બાળકો તેમજ બાળ કિશોરોને હોમ ડિલિવરી કરવા મોકલતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી પોલીસને ખાનગી રાહે બાદમી મળી હતી કે, કડી તાલુકાના નાની કડીમાં દિલાવર ખાન પઠાણ બાળ કિશોર પાસે વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરાવી રહ્યો છે. ત્યારે પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરતા બાળ કિશોર 51 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાઈ ચૂક્યો હતો અને મુખ્ય આરોપી ફરાર થઈ જતા પોલીસે બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કડી પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પોલીસ કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલા જકાતનાકા પાસે ખાનગી રાહે બાદમી મળી હતી કે, નાની કડીમાં આવેલા નાજ ફ્રાય સેન્ટરની સામે આવેલા સ્મશાન ગૃહની આજુબાજુ વિદેશી દારૂનો વેપાર ચાલી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરતાં સુઝીકી કંપનીનું એક મોટર સાયકલ લઈને એક ઈસમ ઉભો હતો. પોલીસે તેની પાસે રહેલી મોટર સાયકલની તલાસી કરતાં અંદરથી નાની મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા બાળ કિશોર નીકળ્યો હતો અને તેની વધુ પૂછતાછ કરતા તેને પોલીસ પાસે કબૂલ્યું હતું કે, વિદેશી દારૂની બોટલ દિલાવર ખાન પઠાણએ આપી હતી.

કડી પોલીસે નાની કડીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બાળ કિશોરને ઝડપી પાડ્યો હતો અને પોલીસે સ્મશાન ગૃહની આજુબાજુ તેમજ ખરાબાની અંદર તલાસી કરતાં પોલીસને 51 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. તેમજ બિયરના ટીન 6 મળી આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 20,100ના વિદેશી દારૂના જથ્થા સહિત રૂપિયા 42,100ના રોકડ રકમ સાથે મુદ્દામાલ કબ્જે કરીને કડી પોલીસ સ્ટેશનમાં બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી