સેટેલાઇટ ચોકમાં વિશાલ રાઠોડે મૈત્રીકરારથી સાથે રહેતી યુવતી સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મુકતા યુવતીના ભાઈએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી ધમકી આપતાં દવાનો ઓવરડોઝ પી લેતાં સારવારમાં અત્રેની સિવિલે ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, રેલનગરની શ્રધ્ધા સોસાયટીમાં રહેતાં વિશાલભાઈ નરેશભાઈ રાઠોડ (ઉ.વ.35) ગત રાત્રે સેટેલાઇટ ચોકમાં આવેલ સ્વપ્નદીપ એપાર્ટમેન્ટમાં હતાં ત્યારે બીમારીની દવાનો ઓવરડોઝ પી જતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેમને સારવારમાં અત્રેની સિવિલે ખસેડાયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને યુવકનું નિવેદન નોંધ્યું હતું. વધુમાં યુવકના સબંધીએ જણાવ્યા મુજબ, વિશાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમની પહેલી પત્નીનું ગર્ભવતી અવસ્થામાં મોત થયું હતું. જે બાદ છેલ્લા બે વર્ષથી તે સમા નામની યુવતી સાથે મૈત્રીકરારથી બન્ને સાથે રહેતાં હતાં, દરમિયાન ગયાં શુક્રવારે વિશાલ કામ માટે મુંબઈ ગયો હતો, જ્યાંથી તેમને સમા સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતાં, જેથી ઉશ્કેરાયેલા સમાના ભાઈ અબ્બાસે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી અને ધમકી આપતો હતો. દરમિયાન પોલીસે પૂછપરછ માટે બોલાવતાં લાગી આવતા પગલું ભર્યું હતું.