દાહોદના જેકોટ નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર રાત્રીના સમયે કારમા પંચર પાડી લુંટ કરાઈ છે, જ્યારે અન્ય એક ટેમ્પાને પણ પંચર પાડી લુંટવાનો પ્રયાસ કરાયો હતો.
ગત રાત્રે વડોદરાથી દાહોદ કારમા આવી રહેલા દાહોદનો પરિવાર હાઇવે ઉપર લૂંટાયો છે. દાહોદના ગોદી રોડ વિસ્તારમા રહેતા સોનુભાઈ વણઝારા રાત્રીના સમયે કારમા વડોદરાથી દાહોદ આવી રહ્યા હતા તે વખતે રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ જેકોટ રોઝમ વચ્ચે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર લૂંટારૂઓએ કારને પંકચર કરી દેતા કારમા સવાર લોકો નીચે ઉતરતા પાંચ જેટલા લૂંટારાઓ મારક હથિયારો સાથે ત્રાટક્યા હતા અને પરિવારને બાનમા લઈ તેઓને માર મારી સોનાના દાગીનાની લુંટ કરી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે દાહોદ એસ પી, એ એસ પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.