અરવલ્લી જિલ્લાના એડિશનલ સેસન્સ કોર્ટ માં રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ અપ્રમાણસર ની મિલ્કત ની ગઈ કાલે ફરિયાદ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.કલોલ ના વિરલગીરી જયંતીગીરી એ કરેલ ફરિયાદ માં અધધ ૪૫ કરોડની જમીન ૭૧ સર્વે નંબરો ,10 તોલા સોનુ તથા પરિવારના પાસે 38 તોલા સોનુ, તેઓની પાસે હયુન્ડાઈ વર્ના ગાડી અને એગ્રીકલ્ચર લેન્ડ રૂા.2,51,80000– બે કરોડ એકાવન લાખ એસી હજાર તથા પરિવારની સંયુકત મળી રૂ. 3,90,28,000/- (ત્રશ કરોડ નેવુ લાખ અઠયાવીસ હજાર જેવી) મીલકતો દર્શાવવામાં આવેલ છે તથા ૧૦ લાખની દુકાન,પીસ્તાળીસ લાખનો ફલેટ તે મળી પરીવારના સંયુકત મીલકતો હોવાના પુરાવા સાથે ડિસ્ટ્રીક કોર્ટમાં રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક ,તેમની પત્ની,બે પુત્રીઓ,એક પુત્ર અને એક પોત્રા વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.આ ફરિયાદ થતા ભ્રષ્ટાચારી ઓ માં ડર નો ખોફ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. 

*કેકે અને સીએમને સીધો રસ, આમ આદમી પાર્ટીના ખજાનચી અને અમદાવાદ શહેર પ્રમુખ સામે 300 કરોડની જમીનનો કેસ* 

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે અને આપનું વર્ચસ્વ વધી રહ્યું છે તે જોતા ભાજપને ફાળ પડી છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને અમદાવાદ શહેર પ્રમુખ અને રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક સામે 300 કરોડની જમીન સહિત ની મિલકત અંગે ફરિયાદી વિરલ ગોસ્વામીએ અરવલ્લી ના મોડાસા સેસેન્સ કોર્ટમાં કેસ દાખલ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે.આ કેસ મોડાસાની કોર્ટમાં દાખલ દાખલ કરતા ભાજપને આ બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે અને આ સમાચાર મળતાં જ મુખ્યમંત્રીએ કેસ કરનારને ફરિયાદી ને બોલાવ્યા વિરલ ગૌસ્વામી સાથે ચર્ચાઓ કરી હોવાની વિગતો બહાર આવી રહી છે.

અરવલ્લી ના મોડાસા કોર્ટમાં જે રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ ફરિયાદ થઈ છે.તે ફરિયાદ માં મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીના ખજાનચી અને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે. મેવાડા. Dy.SP તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા પરંતુ જે પ્રકારે ફરિયાદમાં ઉલ્લેખ છે તે પ્રમાણે તેમણે ફરજ દરમિયાન કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાની વિગતો પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહી છે. જ્યંતિ મેવાડા વિરુદ્ધ થયેલ ફરિયાદ માં દર્શવેલ સર્વે નંબરો ની જંત્રી પ્રમાણે 300 કરોડની જમીન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે અને આ જ અંગેની એક ફરિયાદ મોડાસાની સેસેન્સ કોર્ટમાં દાખલ થઇ છે. જો કે ફરિયાદ દાખલ થતાંની સાથે ફરિયાદી વિરલ ગોસ્વામીને CM ઓફિસ બોલાવવામાં આવ્યા છે અને તે મુલાકાતમાં કે.કે. પણ અંગત રસ દાખવવા લાગ્યા છે.આમ આદમી પાર્ટીના નેતા અને રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક પર થયેલી ફરિયાદ બાદ તેના ફરિયાદીને ગુજરાત CMએ તાબડતોબ બોલાવ્યા તે બાબત ઉડીને આંખે વળગે તેમ છે. એક કલાક સુધી મુખ્યમંત્રી અને કે. કે. એ ફરિયાદી વિરલ ગૌસ્વામી સાથે ચર્ચા કરી અને ફરિયાદીને સહયોગ આપી આ કેસને વધુ ઝડપથી લાઇમ લાઇટમાં લાવી અસરકારક રીતે ચગાવવો જોઇએ. જો જાણે આપ પણ ગમે તે દાવા કરતી હોય પરંતુ તેમને પણ ચૂંટણી જીતવા માટે ભ્રષ્ટાચારીઓના અને કલંકિતોના શરણે જવું પડે છે.

ફરિયાદી અને CM ની આ મુલાકાતે અનેક સવાલો ઉભા કર્યા છે મુખ્યમંત્રી રાજનીતિના વ્યક્તિ છે પરંતુ કે. કે. તો બ્યૂરોક્રેટ છે. તેમને આ કેસમાં આટલો રસ લેવાની કેમ જરૂર પડી.? આવા કેસની તપાસ અંગે કે. કે. ને દિલ્હીથી સૂચના મળી હોય તેમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી જો સ્વચ્છતાની વાત કરતી હોય તો આ ફરિયાદ નોંધાયા બાદ જ્યંતિ મેવાડાની કુંડળી કેમ નથી તપાસી રહી. બીજી તરફ વાત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો સી. આર. પાટીલનો ઇતિહાસ પણ ખંડિત જ છે પણ કે.કે. ને તેની તપાસમાં કોઇ રસ નથી. મેવાડા પર દબાણ કરાવવાનું અને પછી કે કે અમૂક વ્યક્તિઓને આપમાંથી ટિકિટ અપાવવાનું દબાણ કરી પોતાના ઉમેદવારો ઉભા રાખવાનું મહાષડયંત્ર ચાલી રહ્યું હોવાની ગંધ આવી રહી છે.આમ ફરિયાદ થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.