તળાજા શહેરમાં ઠાકોરજી મંદિર ખાતે ભગવાનને 56 ભોગનો થાળ ધરવામાં આવ્યો તેમજ બહેનો દ્વારા સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જૂના ગામ તળ વિસ્તારમાં એટલે કે દરબારગઢ નો ઢાળ ઉતરતા પહેલા મહાલક્ષ્મી મંદિરની બાજુમાં પૌરાણિક ઠાકોર મંદિર આવેલું છે ઠાકોર મંદિર ને રીનોવેશન કરવામાં આવ્યું છે અહીં સત્સંગી બહેનો દ્વારા દર મહિનાની અમાસ અને પૂનમ એ ઉપરાંત ધાર્મિકતા સાથે જોડાયેલા દિવસો અને શ્રાવણ તથા અધિક માસમાં ખાસ દરરોજ સત્સંગ કરવામાં આવે છે સત્સંગ બહેનો દ્વારા અહીં ધૂન ભજનની રમઝટ બોલાવવામાં આવે છે તેવી જ રીતે આજે પણ ભગવાનને 56 ભોગનો થાળ ધરવામાં આવ્યો હતો અને ભજન કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ પ્રકારની પરસાદીઓ પીરસવામાં આવી હતી સત્સંગ બહેનો દ્વારા શ્રાવણ માસ પૂર્ણ થતા આજરોજ ભગવાન ઠાકરને 56 ભોગનો થાળ ધરવામાં આવ્યો હતો આ સમયે વિશાળ સંખ્યામાં બહેનો જોડાયા હતા