સામાન્ય રીતે બ્લોટિંગ એ એક ગંભીર સમસ્યા છે. એક એવી સ્થિતિ છે જેમાં તમારું પેટ ભરેલુ રહે પણ તમને શરીરમાં અંદરથી ચેન પડે નહિં અને બેચેની જેવું લાગે. સામાન્ય રીતે ગેસને કારણે આવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. જો કે આ સમસ્યા વ્યક્તિને હેરાન કરી દે છે, પરંતુ જો તમે દિવસની શરૂઆત કંઇક આ રીતે કરો છો તો તમારી આ બધા જ પ્રોબ્લેમ્સમાંથી રાહત મેળવી શકો છો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જીરું પાણી
એક અહેવાલ અનુસાર જીરું પાણી રોજ સવારમાં પીવાથી તમારા પેટમાં ગેસ થતો નથી અને અપચા જેવી સમસ્યામાંથી રાહત મળે છે. જીરું પાચન સંબંધિત ડાયરિયા, અપચો, ગેસ, પેટ ફુલવુ જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે રોજ રાત્રે એક કપ પાણીમાં અડધી ચમચી જીરું નાંખીને પલાળી લો. ત્યારબાદ આ પાણીમાં મધ અને લીંબુનો રસ નીચોવીને પી લો. આ પાણી તમે રોજ સવારમાં પીવો છો તો તમને પેટ સંબંધીત અનેક સમસ્યાઓ દૂર થાય છે.
કેળા અને ઓટ્સ
ઓટ્સ અને કેળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કેળામાં ફાઇબર હોય છે જે ભોજનને જલદી પચાવવામાં મદદ કરે છે. આ સાથે જ કબજીયાત જેવી સમસ્યાઓમાંથી પણ છૂટકારો અપાવે છે. આ સાથે જ ઓટ્સ પણ તમારી પાચનક્રિયાને સારી બનાવે છે. આ માટે તમે દૂધ, કેળા અને ઓટ્સ લો. ત્યારબાદ આ ત્રણ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને એક ગ્લાસમાં લઇ લો. પછી એક ચમચી મધ નાંખો અને આ પી લો. જો તમે રોજ આ ડ્રિંક પીવોy છો તો તમારી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
બાજરીના ચિલ્લા
બાજરીના ચિલ્લા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે બાજરીનો લોટ લો અને એમાં મીઠું, લીલા મરચા, ઝીણી સમારેલી કોથમીર, ઝીણાં સમારેલા શીમલા મરચા, તેલ. આ માટે તમે સૌથી પહેલા બાજરીનો લોટ એક બાઉલ લો અને એમાં પાણી, મીઠું નાંખીને એક ખીરું તૈયાર કરી લો.
પછી ઝીણું સમારેલું બધુ શાકભાજી એડ કરો. હવે તવી ગરમ કરવા મુકો અને એની પર આ ખીરું પાથરો. આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો. જો તમે રોજ સવારમાં આ ખાઓ છો તો તમને પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.