કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. ઓગસ્ટ મહિનામાં પણ સરકારની કમાણી 1 લાખ કરોડને પાર કરી ગઈ છે. સતત છઠ્ઠા મહિને જીએસટીનું કલેક્શન 1.4 લાખ કરોડથી વધુ રહ્યું છે. ઓગસ્ટ 2022માં GST કલેક્શન 1,43,612 કરોડ રૂપિયા રહ્યું છે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં થઈ રહેલા આર્થિક સુધારાની સાથે જીએસટીની આવકમાં પણ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. કોરોના બાદ દેશની અર્થવ્યવસ્થામાં સારો સુધારો જોવા મળી રહ્યો છે.

ઓગસ્ટ 2022માં GST કલેક્શન 1,43,612 કરોડ રૂપિયા હતું, જેમાં સેન્ટ્રલ GST (CGST) રૂપિયા 24,710 કરોડ, સ્ટેટ GST (SGST) રૂપિયા 30,951 કરોડ છે.

આ સિવાય ઈન્ટિગ્રેટેડ કલેક્શન રૂ. 77,782 કરોડ થયું છે, જેમાંથી રૂ. 42,067 કરોડ માલની આયાત પર ટેક્સ તરીકે વસૂલવામાં આવ્યા છે. આ સિવાય ઓગસ્ટ મહિનામાં સરકારને સેસ તરીકે 10,168 કરોડ રૂપિયાની આવક થઈ છે.

આ સિવાય ઈન્ટિગ્રેટેડ કલેક્શન રૂ. 77,782 કરોડ થયું છે, જેમાંથી રૂ. 42,067 કરોડ માલની આયાત પર ટેક્સ તરીકે વસૂલવામાં આવ્યા છે. આ સિવાય ઓગસ્ટ મહિનામાં સરકારને સેસ તરીકે 10,168 કરોડ રૂપિયાની આવક થઈ છે.

છેલ્લા મહિનાની વાત કરીએ તો જુલાઈ 2022માં વાર્ષિક ધોરણે GST કલેક્શન 28 ટકા હતું. સરકારને જુલાઈમાં જીએસટીથી કુલ રૂ. 1,48,995 લાખ કરોડની આવક થઈ હતી. જીએસટી લાગુ થયા બાદ આ બીજી સૌથી મોટી આવક હતી.