પ્રથમ પૂજય દેવતા ભગવાન શ્રી ગણેશજીનો આજે પ્રાગટ્ય દિન છે. આજથી દસ દિવસ સુધી સિહોર સહિત સમગ્ર પંથક અનરા ઉમંગ સાથ ગણશાત્સવ ઉજવાશે. ગણપતિ બાપા મોરીયાના ગગન ભેદી નાદમાં ભકતો લીન બનશે. ગણપતિ મહોત્સવ સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ અનન્ચ ભકિત સાથે ઉજવાય અને ભકિત સાથ ઉજવાય છે. સિહોરમાં ઠેર ઠેર ગણેશોત્સવ ઉજવાશે. વિવિધ વિસ્તારોમાં પંડાલ ઉભા કરાયા છે. સાંજે મહા આરતી, પ્રસાદ વિતરણ સહિતના આયોજનો થયા છે. વિદ્યહર્તા દેવ ગણેશજીના મહાપર્વ ગણેશોત્સવ નિમિત્તે આજ સિહોરમાં ભક્તિભાવ પૂર્વક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી નિમિત્ત આજ સવારે જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ સ્થાપનાના કાર્યક્રમો ભવ્ય રીતે યોજવામાં આવ્યા હતા. વાજતે ગાજતે ગણેશજીને સ્થાપિત કરાવી સવારે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાઓ બાળકોએ ભગવાન ગણેશને આવકારી, ભવ્ય રીતે ઉજવણીમાં સહભાગી બન્યા હતા. વિદ્હર્તાની નાની તથા મોટી પ્રતિમાઓ સાધે ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને નવ દિવસ સ્થાપિત કરી દરરોજ અનેકવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા છ.