ચાલુ ચોમાસાની સિઝનમાં વાવણીલાયક વરસાદ બાદ લાંબા સમયથી વરસાદ ની ખાસ જરૂર હતી પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ધેરી ચીંતાઓ કરી રહેલા હતા.એવા સમયે ધારી તાલુકા ના ગામડાઓમાં છેલ્લા બે દીવસથી થયેલ વરસાદ ના આગમનના કારણે જગતનો તાત ખેડૂતે હાશકારો અનુભવેલો છે... ધારી આસપાસ ની તમામ નદીઓમાં નવા નીર હાલ ખળખળ વહેતા જોવા મળી રહેલા છે.... સાથેજ બગસરા,લીલીયા અને ચલાલા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડેલો છે
હનીફ નાડ અમરેલી