ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી કમર કસી રહી છે. ગુજરાતમાં નેતાઓની મુલાકાતો દોર શરુ થઇ ગયો છે ત્યારે હવે નેતાઓની નજર સૌરાષ્ટ્ર પર છે. ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્રમાં 48 બેઠકો છે અને આ તમામ બેઠકો પર દરેક પક્ષ પોતાની દાવેદારી મજબૂત કરવા માટે સ્થાનિક નેતાઓથી લઈને રાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્રભરમાં ચૂંટણી સભાઓ ગજાવશે અને રૈલીયો કાઢશે.

આ વર્ષની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ હોય અને થોડા જ સમયમાં આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચાર અને વાયદાઓને કારણે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસની સાથે પોતાની દાવેદારી મજબૂત કરી છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે.ગુજરાતની સૌરાષ્ટ્રની 48 બેઠકો પર મોટાભાગના વિસ્તારોમાં કોઈ પણ પાર્ટીનો પક્ષ ન હોય તેમ તમામ રાજકીય પક્ષો આ વિસ્તારને જીતવા એડી ચોંટીનું જોર લગાવી દેશે. આ વિસ્તારમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો ગઢ નથી અને એટલે જ દરેક પાર્ટી વધુમાં વધુ સંખ્યામાં સીટો જીતવા ખુબ જ મહેનત કરી રહી છે.

સૌરાષ્ટ્રમાં ભાજપના, કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ચૂંટણી માટે સભાઓ ભરશે, રેલીઓ કાઢશે અને મતદારોને વિવિધ રીતે પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્નો કરશે.અહીં નોંધીનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપને સત્તા તો મળી પરંતુ ખુબ જ ઓછી બેઠકો મળી હતી જો કે આ વર્ષે ભાજપની સામે કોંગ્રેસ પક્ષ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે જોવાનું રહેશે કે સૌરાષ્ટ્રની બેઠકો પર કોણ કેટલી બેઠકો જીતશે.