મૂળી તાલુકાનાં દિગસર ગામે રહેતા પરિવારનો યુવક બે દિવસ પહેલા ગુમ થયો હતો.અને તળાવની પાળ પાસેથી મોટરસાઇકલ મળ્યુ હતુ અને બાદમાં ચેકડેમમાંથી યુવકની લાશ મળી આવી હતી. યુવાનના માથામાં ગંભીર ઇજાઓ પહોચાડીને હત્યા કરી દેવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે આ ખુની ખેલ ખેલનાર તેમનો ભાગીયો જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમ છતા સાચી વિગતો તપાસને અંતે બહાર આવશે. મૂળી તાલુકાનાં દિગસર ગામે રહેતા દિવુભા ઉર્ફે દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર બે દિવસ પહેલા ધરેથી ગુમ થયા હતા.જેથી પરીવાર દ્વારા શોધખોળ આરંભી હતી અને તળાવની પાળ પરથી મોટરસાઇકલ મળી આવ્યુ હતુ અને મંગળવારે મોડી સાંજે દાણાવાડાનાં રસ્તે આવેલ ચેકડેમમાંથી દિવ્યરાજસિંહની ફુગાઇ ગયેલ હાલતમાં લાશ મળતા સમગ્ર પરિવારમાં શોકનું મોઝુ ફરી વળ્યુ હતુ અને આ અંગે પોલીસને જાણ કરાતા મૂળી પી એસ આઇ ડી ડી ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે જઇ મૃતકની લાશનો કબજો લેતા માથાનાં ભાગે બોથડ પ્રદાર્થના ઘા મારવામાં આવ્યા હોવાની જાણ થઇ હતી. આથી આ યુવાનની હત્યા કરી દેવામાં આવી હોવાનું પોલીસનું સ્પસ્ટ માનવુ છે.આટલુ જ નહી પરંતુ આ યુવાની હત્યા તેના ભાગીયાએ જ કરી હોવાનુ માનવામાં આવી રહ્યું છે. કારણ કે બે દિવસથી તેમનો ભાગીયો પણ ગાયબ થઇ ગયો છે. આથી પોલીસે તેમના ભાગીયાને શોધવા દોડધામ શરૂ કરી છે.તેમનો ભાગીયો હાથ આવ્યા બાદ સમગ્ર ખુન કેસની ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે.