ગુજરાતમાં AAP નેતા પર થયેલા હુમલા પર પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઝડપી પ્રગતિ જોઈને ભાજપ હવે ગુંડાગીરીની રાજનીતિ પર ઉતરી આવ્યું છે. ગઈકાલે અમારા નેતા મનોજ સોરઠિયા પર ભાજપના ગુંડાઓએ ઘાતકી હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે આજે રાધવ ચઢ્ઢા ગુજરાતના પ્રવાસે છે.
રાઘવે આરોપ લગાવ્યો હતો કે ગઈ કાલે સુરતના સરથાણા એક્સટેન્શનમાં આમ આદમી પાર્ટી ઑફિસ પાસે આમ આદમી પાર્ટી સુરત દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં આવ્યા બાદ ભાજપના ગુંડાઓએ AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર હુમલો કર્યો હતો.