બનાસકાંઠાના લાખણી તાલુકાના મોરાલ ગામે ધ્વજવંદન કાર્યક્રમ બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં લાકડી અને ધોકા વડે બન્ને જૂથો સામસામે આવી જતા મારામારીના દ્દશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. એક જુથનો એક શખ્સ ધ્વજવંદન કરવા જતા સામેના પક્ષના લોકોએ તેને ધ્વજવંદન કરવાની ના પાડી દીધી હતી અને કેમ તું ગામમાં દરેક જગ્યાએ આગેવાન થા છો તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જે બાદ મારામારી થઈ હતી. તો સામે પક્ષે પણ એવો આક્ષેપ કર્યો છે કે, 25 જાન્યુઆરીએ અમે એક કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં ઢોલ વગાડતા હતા ત્યારે આ લોકોએ અમને ઢોલ વગાડવાની ના કહી હતી અને અમને માર માર્યો હતો. આ મામલે આગથળા પોલીસ મથકે સામ સામે કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ બાબતે દલપતસિંહ રાજપૂતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામની સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ હોય જેથું હું તથા ઉત્તમસિંહ રાજપુત તેમજ ચેલસીંહ રાજપુત, ભરસિંહ રાજપુત અમે બધા મારા ભત્રીજાની અલટો ગાડીમાં સવાર થઈ અમારા ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ વંદનનો કાર્યક્રમ જોવા માટે આવેલા હતા. આ ધ્વજ વંદન કાર્યક્રમમાં હું ધ્વજ વંદન કરવા જતો હતો. ત્યારે અમારા ગામના અશોક પ્રજાપતિ અને રાજુ પ્રજાપતિએ મને કહ્યું કે, તમારે ધ્વજ વંદન કરવા જવાનું નથી, જેથી હું બેસી ગયો હતો. ત્યારબાદ અમારે રાજસ્થાન પ્રસંગમાં જવાનું હોવાથી હું તથા ઉત્તમસિંહ રાજુપત સહિત અમે બધા મારા ભત્રીજાની ગાડી ઈને અમારા ઘર બાજુ જતા હતા.

આ દરમિયાન સ્કૂલના મુખ્ય દરવાજા પાસે અશોક પ્રજાપતિ હાથમાં બેટ તેમજ રાજુ પ્રજાપતિ હાથમાં લોખંડની પાઈપ, હરચંદ પ્રજાપતિ અને મોહન પ્રજાપતિ હાથમાં લાકડી લઈને ઉભા હતા. ત્યારે અશોક પ્રજાપતિએ મને જણાવ્યું કે, તેમો ગામમાં કેમ દરેક જગ્યાએ આગેવાન થાવ છો, જે બાદ મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને અમને અપશબ્દો બોલાવ્યા હતા. અશોકે પોતાના હાથમાં રહેલા બેટ ગાડીના કાચ પર મારતા ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. જે બાદ અમે બધા નીચે ઉતરતા અશોકે મારા પર બેટથી હુમલો કર્યો હતો. તેમજ રાજુએ મારા ભત્રીજાને માર માર્યો હતો. જ્યારે અન્ય લોકોએ પણ અમારા પક્ષના લોકોને લાકડીથી માર માર્યો હતો. જે બાદ તેઓએ જતા જતા અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અમને ઈજાઓ પહોંચતા અમારે હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

બીજી તરફ શૈલેષભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, 25 જાન્યુઆરીએ અમારા સમાજના લોકો તીર્થયાત્રા કરી પરત આવ્યા હતા. જેથી તેમના સ્વાગત સારૂ અમે એક કાર્યક્રમ રાખ્યો હતો. તે કાર્યક્રમમાં ફુલહાર તેમજ ઢોલથી સ્વાગત કરવાનું ચાલુ હોય તે વખતે રાતના આશરે પોણા આઠ વાગ્યાના સુમારે અમારા ગામના દલપતસિંહ રાજપુત આવી મારા કુંટુંબી કાકા શ્રવણ પ્રજાપતિને કહેવા લાગ્યા કે, તમે કોને પુછીને ઢોલ વગડાવો છો, અમો આ ગામના બાપુ છીએ અમને પુછ્યા વગર તમે ઢોલ વગડાવી શકો નહીં. જે બાદ અમારા સમાજના લોકોને જેમતેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા.

ત્યારબાદ તેઓએ ઉત્તમસિંહ રાજપુતને બોલાવ્યો હતો. જેથી થોડીવારમાં તે અલટો ગાડી લઈ ઝડપથી અમારા લોકોના ટોળામાં એકદમ આવી ઉભો રહી હોર્ન વગાડતો હતો. જેથી મે તેને કહ્યું કે, ભાઈ ગાડી ધીમી ચલાવ અમારો સ્વાગતનો કાર્યક્રમ ચાલુ છે. તેમ કહેતા જ ઉત્તમસિંહ ગાડીમાંથી હોકી લઈ નીચે ઉતરી મને માથાના ભાગે મારવા લાગ્યો હતો. તેમજ દલપતસિંહ પણ આવીને મને આડેધડ માર મારવા લાગ્યો હતો. જે બાદ મારા કાકા અશોક પ્રજાપતિ અને રાજુ પ્રજાપતિએ વચ્ચે પડી આ લોકોને દૂર ખસેડ્યા હતા. ત્યારે આ લોકોએ જતા જતા અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

લાખણી તાલુકાના મોરાલ ગામે બે સમાજના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મોરાલ ગામે શાળામાં ધ્વજ વંદન સમારોહનો કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. એસએમસી કમિટીના અલગ-અલગ સમાજના આગેવાનોને ધ્વજવંદન કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યાં હતા. તે સમયે બે સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી. જે બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં જ શાળાની બહાર નીકળતા બંને જૂથ સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા.

લગભગ 25 થી 30 લોકોના ટોળાએ ધોકા અને લાકડી વડે એક બીજાને માર માર્યો હતો. જે મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં થયેલી જૂથ અથડામણને પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે આગથળા પોલીસ મથકે દલપતસિંહ વરધાજી રાજપુત અને શૈલેષભાઈ રમેશજી પ્રજાપતિએ સામસામે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.