ડીસામાં શુક્રવાર વહેલી સવારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડયા હતા. અને બનાસ નદીના પુલ પરથી 1285 બોટલ વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલે ગાડી રોકાવતાં બુટલેગરે ગાડી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી પુલની દીવાલ સાથે અથડાઇ હતી. પોલીસે લાઠી વડે કાચ તોડી બુટલેગરોને ઝડપ્યા હતા.

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે શુક્રવારની વહેલી સવારે દરોડા પાડીને બનાસ નદીના પુલ પરથી કાર નં. જીજે-18-બીજી-1502 રોકાવતાં બુટલેગરોએ ગાડી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી પુલની દીવાલ સાથે અથડાઇ હતી. પોલીસે લાઠી વડે કાચ તોડી બુટલેગરોને ઝડપ્યા હતા.ગાડીમાથી રૂ. 3,86,964 ની કિંમતની 1285 બોટલ વિદેશી દારૂ, રોકડ રૂ. 1080, બે મોબાઇલ ફોન અને દસ્તાવેજો મળી રૂ. 13,98,044 નો મુદ્દામાલ જપ્ત કરી નરેશકુમાર પહાડજી પુરોહીત અને સુરેશકુમાર વીરારામ રબારી (બંને રહે. સાંચોર, ઝાલોર, રાજસ્થાન) વાળાને ઝડપી પાડયા હતા.

અને આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ પીરાભાઇ મેવારામ રબારીના કહેવાથી દારૂ મહેસાણા પહોંચાડતા હતા. મહેસાણામાં રાજુ શેઠ, વિપુલ રબારી અને કુલદીપ કાઠી દારૂ લેતા હતા.