મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ભગવાન ગણેશનું સ્વાગત કર્યું. મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં આજથી 10 દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. શિંદે તેમની પત્ની, પુત્ર અને લોકસભા સાંસદ શ્રીકાંત શિંદે અને તેમના પૌત્ર સાથે ગણેશ મૂર્તિની પૂજા કરી હતી.

આ વર્ષે જૂનમાં, શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે અને અન્ય 39 ધારાસભ્યોએ પાર્ટી નેતૃત્વ સામે બળવો કર્યો હતો, જેના કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. આ પછી શિંદેએ ભાજપ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી. શિંદેએ 30 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા