સૌરાષ્ટ્રમાં તહેવારોની મૌસમ ચાલી રહી છે. ત્યારે બુટલેગરો બેફામ બન્યા છે. ગઈકાલે મોરબીના અણીયારા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયા બાદ આજે વહેલી સવારે બગોદરા પાસેથી સૌરાષ્ટ્રમાં આવતો 45 લાખનો વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી 50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અમદાવાદ એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે બગોદરા નજીક હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન વહેલી સવારે રોહીકા ચોકડી પાસેથી શંકાસ્પદ ટ્રક મળી આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા, 45,62,130 ની કિંમતની 10,342 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે રાજસ્થાન રહેતા ટ્રક ચાલક હનુમાનરામ મોબતારામ જાટ અને ક્લીનર રામચંદ્ર ક્રિષ્નારામ જાટની ધરપકડ કરી 861 પેટી વિદેશી દારૂ, 5 લાખનો ટ્રક, 3450 રોકડા, મોબાઈલ ફોન મળી કુલ 50,66,580નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વિદેશી દારૂના જંગી જથ્થા સાથે પકડાયેલા બંને રાજસ્થાની શખ્સોની આકરી પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ગણપતિ ટ્રાન્સપોર્ટ હનુમાનગઢ રાજસ્થાનના સુનિલ ફોજીએ ભરી આપ્યો હતો.
જ્યારે દારૂનો જથ્થો સૌરાષ્ટ્રમાં મોકલાવ્યો હતો. રાજકોટ નજીક પહોંચીને માલ મોકલનારને ફોન કર્યા બાદ દારૂની ડિલેવરી કરવાનીહોવાની કબુલાત આપી છે.
આ કામગીરી અમદાવાદ રૂરલ એસ.ઓજ.જી. પીઆઈ એનએચ અવસેરા, ભરતસિંહ, પ્રદિપસિંહ, અજીતદાન ગઢવી, મહેશભાઈ રાઠોડ સહિતના સ્ટાફે કરી દારૂ મોકલરનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ રિવરફ્રન્ટ: આસમાન માં લેજર લાઈટ નો અદભુદ શો, તમે ક્યારે નહિ જોયો હોય આવું નજારો, sms news
અમદાવાદ રિવરફ્રન્ટ: આસમાન માં લેજર લાઈટ નો અદભુદ શો, તમે ક્યારે નહિ જોયો હોય આવું નજારો, sms news
રખડતાં ઢોર અને તૂટેલા રસ્તાથી જનતા પરેશાન! વિપક્ષે લગાવ્યા ઠેર ઠેર બેનર, હાઈકોર્ટની આખરી ટકોર
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં ખરાબ રસ્તા મામલે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ...
চাপৰমুখ ঐতিহাসিক গুৰুদ্বাৰা মাতাজীত ৪০৩তম্ প্ৰকাশ উৎসৱৰ শুভাৰম্ভ অহাকালিৰ পৰা।১৭এপ্ৰিলত নগৰ কীৰ্তন,১৮ এপ্ৰিলত দিৱান
চাপৰমুখ সিং গাঁওত ১৮২০চনত স্থাপিত উওৰ পূৰ্বাঞ্চলৰ দ্বিতীয় ঐতিহাসিক গুৰুদ্বাৰা মাতাজীত প্ৰত্যেক...