મહારાષ્ટ્રના ઉમરેડમાં 11 વર્ષની બાળકી પર નવ ઈસમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ તમામ હેવાનોની ધરપકડ કરવામાં આવી છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

પીડિતાના માતા-પિતા મજૂર છે અને મુખ્ય આરોપી સગીર છોકરીના ઘર પાસે રહે છે.

ઉમરેડ નાગપુર શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર છે.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. આરોપી રોશન તેને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં રોશન અને તેના મિત્રોએ તેની સાથે વારાફરતી બળાત્કાર કર્યો. આ પછી તેને 300 રૂપિયા આપવામાં આવ્યા અને ધમકી આપી કે આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું.
બળાત્કાર ગુજારનાર રોશન ઉમરેડમાં થયેલી એક યુવકનામર્ડર કેસનો મુખ્ય આરોપી પણ હોવાની વિગતો સામે આવી છે

ચાર દિવસ પહેલા નાગપુરના ઉમરેડમાં નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર, શુભમ દામડુ હત્યા કેસનો મુખ્ય આરોપી રોશન કરગાંવકર પણ આ કેસમાં મુખ્ય આરોપી છે. ચાર દિવસ પહેલા નાગપુરના ઉમરેડમાં શુભમ ભોજરાજ દામડુ નામના યુવકની બે લોકોએ હત્યા કરી હતી. આ કેસમાં રોશન સહિત બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન, 11 વર્ષની બાળકી પર આરોપી રોશન અને તેના આઠ સાથીઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
ઉમરેડમાં શુભમ ભોજરાજ દામડુ નામના યુવકની બે લોકોએ હત્યા કરી હતી. આ કેસમાં રોશન સહિત બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન, 11 વર્ષની બાળકી પર આરોપી રોશન અને તેના આઠ સાથીઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે.