ટ્રાફિક નિયમન, રોડ-રસ્તા, પીવાના પાણી, વિસામો, ભોજન, આરોગ્ય સુવિધા, સુરક્ષા, લાઈટ, રોડ પરના પ્લાસ્ટિક કચરો, રોડ પર રખડતા ઢોર, વાહન વ્યવસ્થા, પાર્કિંગ સાઇનબોર્ડ જેવી સુચારૂ સંચાલન`ને લગતી સર્વગ્રાહી બાબતો અંગે બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી, બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આગામી તારીખ ૫મી સપ્ટેમ્બર થી ૧૦મી સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાંથી અંબાજી ભાદરવી પૂનમે પગપાળા સંઘો, યાત્રિકો જિલ્લાના પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગરના વિવિધ ધોરી માર્ગો પરથી મોટી સંખ્યામાં યાત્રિકો પસાર થશે. ક્યાંય કોઈ યાત્રિકોને તકલીફ ન પડે તે રીતે વહીવટીતંત્ર દ્વારા સહકાર અને નિયમન કરવાનું રહેશે
બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ અંબાજી ખાતે આગામી તારીખ ૫ થી ૧૦મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મોટો મેળો ભરાય છે અને અંદાજે બે લાખથી વધુ સંખ્યામાં રાજ્યભરમાંથી તેમજ રાજ્ય બહારથી પણ પદયાત્રીઓ આ મેળામાં સંઘો દ્વારા તથા પગપાળા ચાલીને આ મેળામાં અસંખ્ય માત્રામાં લોકો ઉમટી પડે છે.પડોશી જીલ્લામાંથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના રસ્તાઓ પરથી પદયાત્રીઓ પસાર થાય છે અને ખેડબ્રહ્મા ખાતે મીની અંબાજી મંદિરે પણ લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે અને મેળા સ્વરૂપે ભીડ જામતી હોય છે અને જાદર ખાતે પણ નાના-મોટો મેળો ભરાય છે.
સાબરકાંઠા જિલ્લાના રાજ્યમાર્ગો પરથી પસાર થતાં પદયાત્રીઓની સગવડતા, સહાયતા અને ટ્રાફિક નિયમન અને પીવાના પાણી, વિસામો, ભોજન, સેવા કેન્દ્રો, સ્વયંસેવકો અને સેવાભાવી લોકો દ્વારા યાત્રિકોની સુવિધા ઉપલબ્ધ કરતા હોય છે. તેમની સુરક્ષા સલામતી અંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગઈ કાલે તારીખ ૨૯/૮/૨૦૨૨ના રોજ કલેકટર કચેરી ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ શાહ, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, ડી.આર.ડી.એ ના નિયામક પાટીદાર તથા પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પોલીસ સહાયક કેન્દ્ર વિસામાની મંજૂરી લાઈટ કનેક્શન,રોડ રસ્તા ઉપર ખાડા પૂરવા, જમણી બાજુ ચાલવા અંગે તેમજ વાહન પાર્કિંગ તેમજ સહાયતા અંગેના જરૂરી માહિતી દર્શાવતા સાઇનબોર્ડ સ્વચ્છતા અંગે ડી.આર.ડી.એ ગ્રામ પંચાયતોને જવાબદારી આપી સમિતી બનાવી ત્રણ ચાર ગામ વચ્ચે એક ટ્રેક્ટર દ્વારા રસ્તા પરનો ફેકેલો કચરો પ્લાસ્ટિક યોગ્ય રીતે નિકાલ થાય નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર કચરો નાખી યોગ્ય નિકાલ કરવો. આરોગ્ય વિભાગ દ્વારા પી.એચ.સી સી.એસ.સી દ્વારા યાત્રીકોને આરોગ્ય સેવા તથા એમ્બ્યુલન્સ સારવારની સુવિધા કરવાની રહેશે. માસ્ક વિતરણ, વેક્સિન જેવી કામગીરી કરવાની રહેશે. પી.એમ.જે.વાય ના બુથો ઉભા કરવા. હેલ્થ ડેસ્ક બનાવવા, રોડ ઉપર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન, બેરીકેટેડ ફૂડ વિભાગ દ્વારા આહારની ચકાસણી, મોબાઈલ ટોઇલેટની વ્યવસ્થા, રખડતા ઢોરોનું નિયમન,એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા તથા પેસેન્જરનું નિયમન, મેળા માટે આવતી બસોનું પાર્કિંગ તથા યાત્રિકોને પીવાના પાણી, સુરક્ષા, પાણી પુરવઠા વિભાગે કરવાની રહેશે. જીબ્રા ક્રોસિંગ નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ પુલ મરામત અને યાત્રિકોને અવરજવરમાં મુશ્કેલી ન નડે તે રીતે વ્યવસ્થા કરવાની રહેશે તથા આર.ટી.ઓ વિભાગ દ્વારા જરૂરી જેકેટ તથા રિફલેક્ટર લગાડવાના રહેશે. ફોરેસ્ટ વિભાગ દ્વારા રસ્તા ઉપર કોઈ સાપ કે જનાવર યાત્રિકોને નુકસાન ન કરે તેની તકેદારી રાખવાની રહેશે. પોલીસ અને એમ્બ્યુલન્સ વાન ફરતા રહેશે અને ક્યાંય યાત્રિકોને તકલીફ ન પડે તે રીતે યોગ્ય નિયમન કરી અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર અને નિયમન કરવાનું રહેશે. જિલ્લા વહીવટી તંત્રની સારી છાપ યાત્રિકો લઈને જાય તે રીતે સુચારું આયોજન અને અમલવારી કરાવવાની રહેશે.